ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ત્રણ અન્ય ભારત્તોલક ડોપિંગના દોષી
Feedback Print Bookmark and Share
 

ભારતના અન્ય ત્રણ ભારોત્તોલક ડોપિંગમાં દોષી ઠેરાવાયા છે જેનાથી હવે દોષી ભારતીય ભારત્તોલકોની સંખ્યા પાંચ થઈ ચૂકી છે અને ભારતીય ભારોત્તોલન મહાસંઘ (આઈડબ્લ્યૂએફ) પર એક અન્ય બરખાસ્તગીનો ખતરો મંડરાઈ રહ્યો છે.

આઈડબ્લ્યૂએફના સચિવ બલદેવ ગુલાટીએ જણાવ્યું કે, પુરૂષ ભારોત્તોલક હરભજનસિંહ અને રાજેશ કુમાર અને મહિલા ભારોત્તોલક વિજયા દેવી વિશ્વ ડોપિંગ વિરોધી એકમ (વાડા) દ્વારા રાષ્ટ્રકુલ ચેમ્પિયનશિંપ પ્રશિક્ષણ શિબિર દરમિયાન કરવામાં આવેલા પરીક્ષણમાં અસફળ રહ્યાં.

આ અગાઉ શૈલજા પુજારી અને વિક્કી બટ્ટાને હાલમાં જ ડોપિંગના દોષી ઠેરાવામાં આવ્યાં હતાં. ગુલાટીએ કહ્યું કે, હું આ સમગ્ર ઘટનાથી સ્તબ્ધ છું. તમામ લોકોના નમૂનાઓમાં કોઈ ન કોઈ પ્રકારના સ્ટેરોઈડ જોવામાં આવ્યાં છે. અમે સમયાંતરે પરીક્ષણ કરાવ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો