ઝડપથી ખિતાબ જીતીશ- નડાલ

શંઘાઈ, સોમ, 19 ઑક્ટોબર 2009( 14:11 IST )
શંઘાઈ માસ્ટર્સમાં રશિયાના નિકોએલ દેવિદેંકોથી ફાઈનલમાં હારનાર દુનિયાના બીજા નંબરના ખેલાડી રાફેલ નડાલે પોતાના પ્રશંસકોને વિશ્વાસ અપાવ્યો છે કે તે ઝડપથી પોતાની લયમાં પાછા ફરતાં ખિતાબ જીતવાની શરૂઆત કરી દેશે.
ઘુંટણની ઈજા બાદ ટેનિસ કોર્ટ પર પાછા ફરનાર 23 વર્ષના નડાલને શંઘાઈ માસ્ટર્સમાં રવિવારે દેવિદેંકોના હાથે 6-7 અને 3-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ પછી નડાલે કહ્યું કે, હું સારા પ્રદર્શન માટે સખત મહેનત કરી રહ્યો છું અને ઝડપથી પોતાની શ્રેષ્ઠતા તરફ પાછો ફરવા માંગુ છું. હું તમને વિશ્વાસ અપાવુ છુ કે હું મારા શ્રેષ્ઠ પ્રદર્શનથી વધારે દૂર પણ નથી.