ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » સોફીયા સાથે આનંદ અને ટોપલોવની ટક્કર
Feedback Print Bookmark and Share
 

ભારતના સ્ટાર શતરંજ ખેલાડી વિશ્વનાથ આનંદ અને બુલ્ગરિયાના વેસલિનની વચ્ચે વિશ્વ ચેમ્પીયનશીપની મેચ બુલ્ગરિયાની રાજધાની સોફિયામાં થશે.

અખિલ ભારતીય શતરંજ મહાસંઘ (એઆઈસીએફ) ના મહાસચિવ અને ફિડેના કાર્યકારી બોર્ડની સભ્ય ડીવી સુંદરે જણાવ્યું કે આ આશયનો નિર્ણય તાજેતરમાં જ થયેલી ફિડેની હાલકિદિકીની બેઠકમાં લેવામાં આવ્યો છે.

11 થી 18 ઓક્ટોમ્બર સુધી ચાલેલ આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલ સુંદરે જણાવ્યું કે આનંદ અને ટોપલોવની વચ્ચે વિશ્વ ચેમ્પીયનશીપની ટક્કર આગામી 5 થી 24 એપ્રિલ સુધી થઈ શકે છે, પરંતુ આ વિશે છેલ્લી તારીખનો નિર્ણય બંને ખેલાડીઓની સહેમતિથી જ કરવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો