નાઈજીરિયાઈ ઈદેશ ચિદીની હેટ્રિક સહિત ચાર ગોલની મદદ વડે મોહન બાગાને આઈ લીગ ફુટબોલ ટુર્નામેંટના ચોથા દાવની મેચમાં પોતાના ચિર પ્રરિદ્વંદી ઈસ્ટ બંગાળને 5-3 થી હાર આપી.
માનવામાં આવી રહ્યું હતું કે, બાઈચુંગ ભુટિયા આ મેચ દરમિયાન પોતાની જુની ટીમ સાથે બદલો લેવાનો પ્રયત્ન કરશે, પરંતુ મેચની અંદર તો માત્ર ચિદી જ છવાયેલા રહ્યાં અને તેમના પ્રદર્શને ભારતીય ફુટબોલના કેપ્ટનની હાજરીને ફીકી કરી દિધી.