જાલંધરમાં 30 ઓક્ટોમ્બરથી શરૂ થઈ રહેલ પહેલી શહીદ ભગત સિંહ 60 હજાર ડોલર (28 લાખ રૂપિયા) ઈનામી આંતરરાષ્ટ્રીય આમંત્રણ કુશ્તી પ્રતિસ્પર્ધાનું સીધું પ્રસારણ દુરદર્શન પર કરવામાં આવશે.
ભારતીય કુશ્તી મહાસંઘ દ્વારા ગઈ કાલે અહીંયા આપવામાં આવેલ જાણકારીને અનુસાર આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે જાપાન, કોરિયા, પાકિસ્તાન, ઈરાન, જર્મની, કેનેડા, નાઈઝીરિયા અને ઈંગ્લેડની ટીમોએ પુષ્ટિ કરી દિધી છે.
જાલંધરના પીએપી ઈંડોર સ્ટેડિયમમાં ત્રણ દિવસ સુધી ચાલનારી આ પ્રતિસ્પર્ધામાં ફ્રી સ્ટાઈલની પુરૂષ અને મહિલા વર્ગની ટીમો ભાગ લઈ રહી છે. જાણકારીને અનુસાર દરેક વર્ગમાં ભારતના ચારથી પાંચ ખેલાડીઓ ભાગ લેશે.