ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ત્રણેય મોટી ટુર્નામેંટ રમવા માંગે છે હલપ્પા
Feedback Print Bookmark and Share
 

ફિટનેસની મુશ્કેલીઓને લઈને ભારતીય હોકી ટીમની અંદર બહાર થતાં રહેલ અનુભવી સ્ટ્રાઈકર અર્જુન હલપ્પાનું કહેવું છે કે, યુરોપ અને કેનેડાના પ્રવાસ પછી તેમનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે અને હવે તેઓ આગામી વર્ષે વિશ્વ કપ, રાષ્ટ્રમંડળ રમત અને એશિયાડમાં રમવા માંગે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પંજાબ ગોલ્ડ કપ દ્વારા રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરનાર કર્ણાટકના આ 29 વર્ષના સ્ટ્રાઈકરે કેનેડાથી પાછા ફર્યા બાદ કહ્યું કે, મારો ઘણો ખરો સમય ફીટનેસની મુશ્કેલીને લીધે ખરાબ થયો છે પરંતુ આ રમતનો ભાગ જ છે. હું હવે સંપુર્ણ રીતે ફીટ છું અને આગામી ત્રણ વર્ષ સુધી ટુર્નામેંટ રમી શકુ છું.
સંબંધિત જાણકારી શોધો