કેટલાયે મુદ્દાઓ પર લાંબા મતભેદ બાદ આખરે દિલ્હી રાષ્ટ્રમંડળ રમત 2010 ના આયોજક અને રાષ્ટ્રમંડળ રમત મહાસંઘે પોતના મતભેદોનું સમાધાન સોધવા અને સફળતા માટે એકસાથે મળીને કામ કરવા માટે મંજૂરી દેખાડી છે.
રાષ્ટ્રમંડળ રમત મહાસંઘ સીજીએફ અધ્યક્ષ માઈક ફેનેલ અને આયોજન સમિતિના પ્રમુખ સુરેશ કલમાડી વચ્ચે લાંબી બેઠક બાદ સંયુક્ત યાદી જાહેર કરવામાં આવી જેમાં આગામી વર્ષે યોજાનારી આ રમતને સફળ બનાવવા માટે એકજૂથ થઈને કામ કરવાની જરૂરિયાત પર જોર આપવામાં આવ્યું છે.