અનુભવી ગોલ્ફર જીવ મિલ્ખા સિંહે વોલ્વો વર્લ્ડ મેચ પ્લે ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરતા પ્રથમ દિવસે જ દુનિયાના પાંચમાં નંબરના ખેલાડી લી વેસ્ટવુડને ધોબીપછાટ આપી છે. ગ્રુપ ડી ના પ્રથમ મેચમાં જીવે વેસ્ટવુડ પર છ હોલમાં જીત પ્રાપ્ત કરીને સનસનાટી ફેલાવી દીધી.
તે સિંગાપુર ઓપનમાં રમવાના બદલે આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે. તેમણે ગત વર્ષે સિંગાપુર ઓપન જીત્યું હતું. જીવ સાથે રાસ ફિશર ટોપ પર છે. રાઉંડ રોબિન પ્રારૂપની આ ટૂર્નામેન્ટમાં ચાર ખેલાડીઓને દરેક ગ્રુપમાં ગોલ્ફર એક બીજા સાથે ટકરાશે અને ટોચ પર રહેનારો સેમીફાઈનલમાં પહોંચશે.