રાની રામફલના છ ગોલની મદદથી ભારતીય મહિલાઓએ આજે અહીં ક્વીન સિક્રિટ સ્પોર્ટ્સ સેંટરમાં મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેંટમાં મેજબાન થાઈલેન્ડને 15 . 0 થી પરાજય આપ્યો. જેનાથી ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં એક ડગલું દૂર છે.
ભારતના બે મેચોમાં છ અંક થઈ ગયાં છે અને નોક આઉટ ચરણમાં પોતાનું સ્થાન પાકુ કરવા માટે તેને માત્ર એક જીતની જરૂરિયાત છ્યે. હવે ગ્રૃપનો આગામી મેચમાં તેનો સામનો મલેશિયા અથવા ચીન સાથે થઈ શકે છે.
ભારતીય ટીમે આ અગાઉ ગુરૂવારે અભિયાન શરૂ કરતા સિંગાપુરને 13-0 થી હરાવ્યું હતું. રાનીએ પ્રથમ હાફમાં બે અને બાદમાં બીજા હાફમાં ચાર ગોલ ફટકાર્યા. અનુભવી મમતા ખરબ, સબા કરીમે ત્રણ- ત્રણ જ્યારે કપ્તાન સુરિંદર કૌર, રીતૂ રાની અને મોનિકા બાર્ડને એક-એક ગોલ ફટકાર્યો.