અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખિલાડી સેરેના વિલિયમ્સે પોતાની મોટી બહેન વીનસને 6-2, 7-6 થી એક વાર ફરી પરાજય આપતા સત્રની અંતિમ સોની એરિક્શન ચેમ્પિયનશિપ જીતી લીધી છે.
સેરેનાએ કાલે પ્રથમ સેટમાં બે વખત વીનસની સર્વિસ તોડી અને મેચમાં તેનો દબદબાનો અંદાજો એ વાતથી લગાડી શકાય છે કે, તેણે પોતાની સર્વિસ પર માત્ર સાંત અંક ગુમાવ્યાં.
વર્ષ 2001 માં પણ ડબ્લ્યૂટીએ ટૂરની સત્રની અંતિમ સ્પર્ધા જીતનારી સેરેનાએ કહ્યું ‘‘આ ઘણો સારો અનુભવ છે. મને અહીં આવીને જીતવાની આશા ન હતી. વીનસ વિરુદ્ધ સેરેનાએ આ સતત ચોથી જીત છે. તેણે દોહા ટૂર્નામેન્ટના રાઉન્ડ રોબિન ચરણ, વિમ્બલડનના ફાઈનલ અને આ વર્ષે મિયામીમાં પણ વીનસને હરાવી હતી.
ટૂર્નામેંટમાં અજેય રહેલી સેરેનાને આ જીત માટે 15.5 લાખ ડોલર મળ્યાં.