ભારતીય મહિલા હોકી ટીમની વિંગર સબા અંજુમે એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી 100 મો ગોલ ફટકારીને શાનદાર સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. તેણે ટૂર્નામેન્ટના છઠ્ઠા ચરણના પ્રથમ દિવસે સિંગાપુર વિરુદ્ધ શરૂઆતી મેચમાં ગોલ ફટકારીને આ પરાક્રમ કરી દેખાડ્યું છે.
સિંગાપુર વિરુદ્ધ અંજુમનો ગોલ ભારતનો આ ટૂર્નામેન્ટમાં 100 મો ગોલ હતો પરંતુ આ ભારતીય ખેલાડી પોતાની આ સિદ્ધિ વિષે અજાણ હતી. અંજુમને જ્યારે આ વિષે જણાવામાં આવ્યું તો તેણે માત્ર એટલું જ કહ્યું કે, આ સાંભળીને ખુબ જ સારુ લાગ્યું.
મહિલા એશિયાના શરૂઆતી ચરણ સિવાય ભારતે અત્યાર સુધીના તમામ ચરણોમાં ભાગ લીધો છે. અત્યાર સુધી ખેલાડીઓએ છઠ્ઠા ચરણ શરૂ થયા પહેલા 25 મેચોમાં 99 ગોલ ફટકાર્યા હતાં.