અંતિમ કેટલાક હોલમાં બોગીના કારણે ગગનજીત ભુલ્લરની સિંગાપુર ઓપન ગોલ્ફ ટૂર્નામેંટના ટોપ 10 માં રહેવાની આશાઓ પર પાણી ફરી વળ્યું અને અંતિમ રાઉન્ડમાં બે અંડર 69 ના સ્કોર બાદ તે સંયુક્ત 14 માં સ્થાન પર રહ્યાં. ભુલ્લરે ચાર અંડર 280 નો સ્કોર બનાવ્યો. જ્યોતિ રંઘાવા કુલ એક ઓવર 285 ના સ્કોર સાથે સંયુક્ત 43 માં સ્થાન પર રહ્યાં.