ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » મેરીકોમ સહિત ત્રણ બોક્સર ફાઈનલમાં
Feedback Print Bookmark and Share
 

ચાર વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમે સેમીફાઈનલમાં ફિલીપિંસની જોસી ગાબુકોને હરાવીને એશિયાઈ ઈંડોર રમતોની બોક્સિંગ સ્પર્ધાના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

મેરીકોમ માટે આ મુકાબલો સરળ ન હતો. પ્રથમ રાઉન્ડમાં બન્ને જ બોક્સરો માટે અંક પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી થઈ. જો કે, મેરીકોમે 2-1 થી સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી. બીજા રાઉન્ડમાં મેરીકોમે જોરદાર પ્રદર્શન કરતા ચાર અંક પ્રાપ્ત કર્યા અને સ્કોર 6-2 થી ભારતના પક્ષમાં હતો.

ચોથા રાઉન્ડના અંત સુધી સ્કોર 7-3 થી મેરીકોમના પક્ષમાં રહ્યો. 4 નવેમ્બરના રોજ યોજાનારા ફાઈનલમાં મેરીકોમનો સામનો વિયેટનામની હોઆ નુગી સાથે થશે.
સંબંધિત જાણકારી શોધો