19 મી એશિયાઈ ટેબલ ટેનિસ સ્પર્ધા આગામી 16 થી 22 નવેમ્બર સુધી રાજધાની લખનૌમાં આયોજિત થશે. ઉત્તર પ્રદેશ ટેબલ ટેનિસ સંઘ દ્વારા આયોજિત થનારી આ સ્પર્ધામાં યજમાન ભારત સિવાય ચીન, જાપાન, કોરિયા, હોંગકોંગ, તાઇપે સહિત કેટલાયે દેશ ભાગ લેશે.
આયોજન સચિવ અરુણ બેનર્જીએ જણાવ્યું કે, ઓલંપિક વિજેતા, વિશ્વ વિજેતા અને એશિયાઈ વિજેતા સહિત દુનિયાના કેટલાયે પ્રસિદ્ધ ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અહીં આવી રહ્યાં છે.
બેનર્જીએ જણાવ્યું કે, ગત વર્ષ આ સ્પર્ધા ચીનમાં આયોજિત કરવામાં આવી હતી તથા ભારતમાં આ ત્રીજી વખત યોજાઈ રહી છે. તેમણે જણાવ્યું કે, અ સ્પર્ધા આ અગાઉ 1980 માં કોલકાતા તથા 1992 માં દિલ્હીમાં આયોજિત કરવામાં આવી હતી.