ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » એશિયા કપ સેમીફાઈનલમાં ભારત
Feedback Print Bookmark and Share
 

ભારતીય મહિલા હોકી ટીમે બુધવારે ગ્રુપ એ ના અંતિમ મેચમાં મલેશિયાને 1-1 થી ડ્રો પર રોકીને એશિયા કપના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ડિફેંડર બિનિતા ટોપ્પોએ 27 મી મિનિટમાં બરાબરીનો ગોલ ફટકાર્યો. આ અગાઉ જૂલિયાની મોહમ્મદ દિને ચોથી મિનિટમાં મલેશિયા માટે ગોલ કર્યો હતો.

બે જીત અને બે ડ્રો સાથે ભારત ગ્રુપમાં બીજા સ્થાન પર રહ્યું. હવે સેમીફાઈનલમાં તેનો સામનો ગ્રુપ બી ના ટોચની ટીમ દક્ષિણ કોરિયા સાથે થશે. ચીન ગ્રુપ એ મા ટોપ પર રહ્યું જેની ટક્કર જાપાન સાથે થશે. આ અગાઉ કોરિયાએ ચીની તાઈપેને 15-0 થી હરાવીને સતત ચોથી જીત પ્રાપ્ત કરી.

ભારતને સેમીફાઈનલમાં પહોંચવા માટે એક ડ્રો ની જરૂરિયાત હતી પરંતુ મેચ જીતવા પર સેમીફાઈનલમાં તેની ટક્કર જાપાનની ટીમ સાથે થાત જે ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. ભારતીય યુવતીઓએ અંતિમ ગ્રૃપ મેચમાં સારુ પ્રદર્શન ન કર્યું અને તે મલેશિયાઈ ડિફેંસમાં છિંડુ ન પાડી શકી.

મલેશિયાઈ ગોલકીપર ફરાહ અયૂનીએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પૂરા મેચમાં ભારતીય ફોરવર્ડ પંક્તિઓને હાશિયા પર રાખી. ભારતને બે હાફમાં ચાર ચાર પેનલ્ટી કોર્નર મળ્યાં જ્યારે મલેશિયાને માત્ર એક કોર્નર મળ્યો જેને તેણે ગોલમાં ફેરવી નાખ્યો.
સંબંધિત જાણકારી શોધો