ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ભારતને એક રજત અને સાત કાંસ્ય પદક
Feedback Print Bookmark and Share
 

ભારતીય મહિલા બાસ્કેટબોલ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ત્રીજી ઇંડોર એશિયાઈ રમતોમાં રજત પદક પ્રાપ્ત કર્યું જ્યારે સાત અન્ય કાસ્ય પદક ભારતના નામે રહ્યાં.

બાસ્કેટબોલમાં ભારતીય મહિલાઓએ થ્રી ઓન થ્રી વર્ગમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. પુરૂષોની કબડ્ડી સ્પર્ધામાં પણ ભારતે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 59.18 થી હરાવીને પદક પાકુ કરી લીધું. ફાઈનલમાં કાલે તેનો મુકાબલો ઈરાન સાથે થશે.

તરણ સ્પર્ધામાં ભારતની ચાર ગુણા 100 મીટર ફ્રીસ્ટાઈલ ટીમે કાંસ્ય પદક જીત્યું. ટીમમાં વીરધવલ ખાડ઼ે, રેહાન પોંચા, અજરુન જેટલી અને અરૂણ ડિસૂજા હતાં.

કિકબાક્સિંગમાં રત્નાદીપ મહિલાઓના 50 કિલો સેમી કોટૈક્ટ વર્ગના ફાઇનલમાં પહોંચી ગઈ. આમિર ખાન, મનોજ કુમાર, લિંબા મેતેઇ અને પંકજ મહતોએ પુરૂષ વર્ગમાં કાસ્ય પદક જીત્યાં.

ચેસમાં શશિકિરણે પુરૂષોની એકલ રૈપિડ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યું જ્યારે દીપન ચક્રવર્તી અને જયાકુમે મિશ્રિત બ્લિટ્જમાં કાંસ્ય પદક પ્રાપ્ત કર્યું.
સંબંધિત જાણકારી શોધો