સોમદેવ સેમીફાઇનલમાં...

નવી દિલ્હી , રવિ, 8 નવેમ્બર 2009( 18:14 IST )
ભારતીય યુવા ખેલાડી સોમદેવ દેવવર્મન અમેરિકાના ચાલરેટવિલેમાં ચાલી રહેલી એટીપી ચૈલેંજર ટેનિસ ટૂર્નામેંટમાં શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યાં જ્યારે પોતાના જ દેશના સનમ સિંહને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.
ત્રીજી વરીયતા પ્રાપ્ત સોમદેવને 50 હજાર ડોલરની ઇનામી રકમની હાર્ડ કોર્ટ ટૂર્નામેંટના અંતિમ આઠ મેચમાં હોલેન્ડના માતવે મિડિલકૂપને 6-3, 6-4 થી પરાજય આપવામાં કોઈ પરેશાની ન આવી.
હવે ફાઈનલમાં સ્થાન બનવવા માટે તેમનો સામનો અમેરિકાના પાંચમી વરીયતા પ્રાપ્ત અને વાઈલ્ડ કાર્ડથી પ્રવેશ કરનારા રેયાન સ્વીટિંગ સાથે થશે જેમણે ટોચની વરીયતા પ્રાપ્ત માઈકલ રસેલને 6-2 , 3-6 , 7-6 થી પરાજય આપ્યો હતો.