ટેનિસ ખિલાડી સેરેના વિલિયમ્સ પોતાની રમતની કારકિર્દીની સમાપ્તિ બાદ ફિલ્મોમાં કામ કરશે. મોજૂદા સમયમાં વિશ્વની સૌથી અગ્રણી ટેનિસ ખિલાડી સેરેનાએ 2005 માં મેડિકલ ડ્રામા ‘ઈઆર' માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી પરંતુ આ શો માં તેના દ્વારા અભિનીત ચરિત્રનું મૃત્યુ થઈ જાય છે એટલા માટે હવે તે વધુ એક્શન ફિલ્મની ભૂમિકાની શોધમાં છે.
સેરેનાએ કહ્યું કે, ' મને અભિનય કરવો ખુબ જ ગમે છે. મને કેમેરા સામે આવવું ગમે છે. મને લાગે છે કે, મારે એક્શન ફિલ્મો કરવી જોઈએ. હું હમેશા મારી ભૂમિકામાં મરવા ઈચ્છતી હતી અને બાદમાં હું ( ઈઆરમાં) મરી ગઈ પરંતુ આ દુખદ હતું. મને લાગે છે કે, હવે હું મરવા ઈચ્છતી નથી એટલા માટે અભિનયની કારકિર્દીમાં હવે હું નહીં મરું.'