ભારતીય મહિલા હાકી ટીમને રવિવારે સાતમાં એશિયા કપના રોમાચંક ફાઈનલમાં ચીનના હાથે 3.5 થી પરાજય સહન કરવો પડ્યો.
કપ્તાન સુરિંદર કૌર અને તેની મિત્ર ખેલાડીઓએ જીત માટે તમામ સંભવ પ્રયત્નો કર્યા પરંતુ તે ચીની ખેલાડીઓને પાર ન કરી શકી. ભારતે જો કે, ફાઈનલમાં પહોંચીને આગામી વર્ષે આર્જેન્ટિનામાં યોજાનારા વિશ્વ કપ માટે અગાઉથી જ ક્વાલીફાઈ કરી લીધું હતું.
સુરિદંરે આઠમી મિનિટમાં ભારતને સરસાઈ અપાવડાવી જ્યારે મમતા ખરબ ( 47 મી ) અને દીપિકા ઠાકુર (54 મી મિનટ) એ બીજા હાફમાં ગોલ ફટકાર્યાં. બીજી તરફ ચીને પ્રથમ હાફમાં ત્રણ ગોલ : 13મીં, 18મીં અને 27મીં મિનિટ : તથા બીજા હાફમાં બે ગો ( 47 મી અને 51 મી મિનિટ ) માં ગોલ ફટકાર્યા.
ચીનને 20 વર્ષ બાદ એશિયા કપમાં જીત નોંધાવી. આ અગાઉ તેણે 1989 માં હોંગકોંગ પદકની જીત નોંધાવી હતી.