રાજપાલ સિંહને આર્જેંન્ટિનામાં છ થી 13 ડિસેમ્બર સુધી યોજાનારી એફઆઈએચ ચેમ્પિયંસ ચૈલેંજ વન ટૂર્નામેંટ માટે 21 સભ્યોની ભારતીય હોકી ટીમના કપ્તાન ચૂંટવામાં આવ્યાં છે.
ફોરવર્ડ રાજપાલ આઠ દેશોની આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આગેવાની કરશે. આ ટૂર્નામેન્ટના વિજેતાને આગામી વર્ષે ચેમ્પિયંસ ટ્રોફી રમવાનો મૌકો મળશે.
હોકી ઈંડિયાની યાદીમાં એ નથી જણાવામાં આવ્યું કે, સંદીપને આટલી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે કપ્તાનીથી શા માટે હટાવામાં આવ્યાં. ભારતને પૂલ એ માં બેલ્જિયમ, ચીન અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે જ્યારે પૂલ બીમાં મેજબાન આર્જેન્ટિના, કેનેડા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા છે.
ભારતીય ટીમ છ ડિસેમ્બરના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ગ્રૃપ મેચ રમશે. ત્યાર બાદ આઠ ડિસેમ્બરના રોજ ચીન અને 10 ડિસેમ્બરના રોજ બેલ્જિયમ સાથે ટકરાશે.