ચારેબાજુથી ધેરાયેલી હોકી ઈંડિયાના મહાસચિવ મોહમ્મદ અસલમ ખાને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
અસલમે ગઈ જૂનમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)ને અસ્થાયી રૂપે પુરૂષ અને સ્ત્રી હોકી સંઘોના વિલયથી રચાયેલી હોકી ઈંડિયાના મહાસચિવ બનાવ્યા હતા. હોકી ઈંડિયાની ચૂંટણી 18 નવેમ્બરના રોજ થવાની હતી, પરંતુ તેને હાલ ટાળી દેવામાં આવી છે. અસલમે કહ્યુ કે તેમણે આ પહેલા 24 જુલાઈના રોજ રાજીનામુ આપ્યુ હતુ પરંતુ તેનો સ્વીકાર નથી કરવામાં આવ્યો.
વીસ નવેમ્બરના રોજ હોકી ઈંડિયાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો તેથી મે મારા પદ પરથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યુ કે આ ઉપરાંત મારા રાજીનામાનુ કારણ દેશના બીજા મોટા રાજ્ય હોકી સંગઠનોનુ હોકી ઈંડિયાની કાર્યપ્રણાલીમાં સતત દખલગીરી કરવી એ પણ છે.