ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » જર્મની એટીપી ટૂર્નામેન્ટના ફાઈનલમાં બોપન્ના
Feedback Print Bookmark and Share
 

ભારતીય ડેવિસ કપ ખિલાડી રોહન બોપન્નાએ પોતાના પાકિસ્તાની જોડીદાર આયસમ ઉલ હક કુરૈશી સાથે મળીને આચેન ટૂર્નામેંટના ફાઈનલમાં પ્રવેશ કર્યો, જેનાથી તે આ સત્રમાં બીજા એટીપી ચેલેન્જર યુગલ પદક જીતવા તરફ અગ્રેસર છે.

ભારત-પાકિસ્તાનની બીજી વરીય જોડીએ ગૈર વરીય ક્રોએશિયાના લોવરો જોવકો અને સ્વિટ્જરલેન્ડના યુવ્સ એલેગ્રોને 42,500 યૂરો ઈનામી રાશિ ટૂર્નામેંટના સેમીફાઇનલમાં 6-3 , 6-4 થી પરાજય આપ્યો.

હવે તેનો સામનો ફિલિપ માર્ક્સ અને ઈગોર જેલનેની ત્રીજી વરીય તથા હોરિયા ટેકાઉ અને માઇકલ કોલમૈનની ટોચની વરીય જોડી વચ્ચે યોજાનારા સેમીફાઈનલ મુકાબલે વિજેતા સાથે થશે.

બોપન્ના અને કુરૈશીએ આ વર્ષે માર્ચમાં થાઈલેન્ડમાં પોતાનો પ્રથમ અને એકમાત્ર યુગલ પદક જીત્યું હતું.
સંબંધિત જાણકારી શોધો