ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » આનંદે ગેલફ્રેંડ સાથે ડ્રો રમ્યો
Feedback Print Bookmark and Share
 

વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે અહીં તાલ મેમોરિયલ ચેસ ટૂર્નામેન્ટના આઠમાં રાઉન્ડમાં ઈઝરાઈલના બોરિસ ગેલફેંડ સાથે ડ્રો રમ્યો અને તે સંયુક્ત રીતે બીજા સ્થાન પર યથાવત છે.

સંભાવિત આઠમાંથી પાંચ અંક જોડીને આનંદ ઉક્રેનના વૈસિલી ઇવાનચુક સાથે બીજા સ્થાન પર ચાલી રહ્યાં છે જ્યારે રશિયાના વ્હાલિમીર ક્રૈમનિક સાઢા પાંચ અંક સાથે ટોચ પર છે. આનંદ અંતિમ રાઉન્ડમાં આર્મેનિયાના લેવોન અરોનિયનથી ટકરાશે.

આ અગાઉ આનંદ વિરુદ્ધ ગેલફેંડ શ્રેષ્ઠ સ્થિતિમાં હતાં પરંતુ ભારતીય દિગ્ગજે પુનરાગમન કરતા વિરોધી ખેલાડીને ડ્રો માટે મજબૂર કરી દીધું અને બન્ને 28 ચાલ બાદ અંક વેંચવા માટે સહમત થઈ ગયાં.
સંબંધિત જાણકારી શોધો