ડબલ્યૂડબલ્યૂઈના લોકપ્રિય ભારતીય પહેલવાન દિલીપ સિંહ રાણા ઉર્ફ ધ ગ્રેટ ખલીએ આજે કહ્યુ કે તેમણે આતંકવાદી સંગઠન લશકર-એ-તૈયબા પાસેથી કોઈ ધમકી નથી મળી.
ખલીએ કહ્યુ મને આ આતંકવાદી સંગઠન પાસેથી કોઈ ધમકી નથી મળી અને જો કોઈ સંગઠન આવુ દુસાહસ કરે છે તો હુ તેને સબક શીખવાડીશ. પંજાબ ક્લાસિક બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં મુખ્ય અતિથિના રૂપમાં પહોંચેલા ખલીએ આ પ્રસંગ પર જાહેરાત કરી એક એ ટૂંક સમયમાં જ જાલંધર હોશિયારપુર રોડ રાજ્યના યુવા બોડી બિલ્ડરો માટે વિશ્વસ્તરીય જીમ ખોલશે.