ફૂટબોલની વિશ્વ સંચાલન સંસ્થા ફીકાએ 'સરકારના હસ્તક્ષેપને કારણે' બીજી નોટિસ સુધી ઈરાકી ફુટબોલ સંઘ 'આઈએફએ' ને વિલંબિત કરવાનો નિર્ણય કર્યો છે.
ફીફાએ ગઈકાલે પોતાની વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યુ કે - ફીફાના નિયમો મુજબ ઈરાકની ક્લબો અને ટીમોને આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લેવાની પરવાનગી નહી આપવામાં આવે. પછી ભલે એ મૈત્રી મેચ હોય કે પ્રતિસ્પર્ધી. નિવેદન મુજબ આ ઉપરાંત આઈએફએને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કોઈ બેઠકમાં વોટ આપવાનો અધિકાર નહી હોય અને એ નાણાકીય સહાયતા મેળવવાનો અધિકાર પણ નથી. જો કે આ નિર્ણય છતા ઈરાકની અંડર 16 મહિલા ટીમને નાર્વે ફુટબોલ મહાસંઘ દ્વાર આયોજીત યુવા ટૂર્નામેંટમાં ભાગ લેવાની પરમિશન આપવામાં આવી છે. જેનુ આયોજન 22 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી જોર્ડનમાં કરવામાં આવશે.