અડવાણી અને શેઠી જીત્યા

14 અન્ય ખેલાડીઓ નોકઆઉટ રાઉંડમાં
ભારતના પંકજ અડવાણી અને ગીત શેઠી વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશીપમાં અહી પોત-પોતાના મેચ જીતવામાં સફળ રહ્યા. આ બંને ઉપરાંત 14 અન્ય ભારતીય ખેલાડી પણ નોકઆઉટ રાઉંડમાં પહોંચી ગયા.
પુરૂષોના વર્ગમાં 64મી હરીફાઈમાં અડવાણીએ સ્કોટલેંડના પોતાના હરીફ બાબી કુએકસેક્સને એકતરફી હરીફાઈમાં 4- 0થી હરાવ્યો. અડવાણીએ કુ એક્સેક્સને 102-08, 74-28, 50-37 અને 59-56થી હરાવ્યો. મેચમાં મોટાભાગના સમય સુધી અડવાણીની પકડ બની રહી.
બીજી બાજુ ગીત સેઠી પણ પોતાની મેચમાં સફળ રહ્યા. તેમણે હમવતન ખેલાડી કામરાજને 4-0ના મોટા અંતરથી હરાવ્યો. પોતાના લાંબા અનુભવનો ફાયદો ઉઠાવતા ગીતે કામરાજને 66-16, 68-1 64-6 અને 52-42 થી હરાવ્યો.