હોકીના મેદાન પર પાછા ફરવાનુ એકમાત્ર લક્ષ્ય બનાવનારા ગોલકીપર બલજીત સિંહને જીવનભર આ વાતનુ દુ:ખ રહેશે કે તેઓ પોતાની ઘરતી પર થઈ રહેલ વિશ્વકપમાં ભાગ નહી લઈ શકે, પરંતુ ધીરે ધીરે ખુલતી તેમની આંખો હવે રાષ્ટ્રમંડળ રમત અને એશિયાડમાં ભારતને પદક અપાવવાના સપના જોવા માંડી છે.
જુલાઈમાં પુનામાં શિવિર દરમિયાન ગોલ્ફની બોલથી અભ્યાસ અક્રતા બલજીતની ડાબી આંખમાં વાગ્યુ હતુ. ભારતમાં નેત્ર વિશેષજ્ઞોએ તેમની આંખની રોશની પાછી આવવાની શક્યતાને નકારી દીધી હતી, જ્યારપછી અમેરિકાના નેત્ર વિશેષજ્ઞ રોબર્ટ મોરિસના માર્ગદર્શનમાં તેમની સર્જરી થઈ અને હવે આ ભારતીય ગોલકીપરની આંખની જ્યોતિ પાછી આવી રહે છે.