ભારતીય હોકી કોચ જોસ બ્રાસા કેટલાક ખેલાડીઓ સાથે મતભેદોની અટકળોથી પરેશાન નથી અને તેમણે કહ્યું કે, તેમનું લક્ષ્ય આગામી માસે આર્જેન્ટિનામાં ચેમ્પિયંસ ચેલેન્જ વન ટૂર્નામેન્ટ પદક જીતવાનું છે. ભારતીય ટીમ અર્જેન્ટિનાના સાલ્ટામાં છ થી 13 ડિસેમ્બર સુધી યોજાનારી ટૂર્નામેન્ટ માટે સ્પેન રવાના થયાં પહેલા આગામી વર્ષના હીરો હોંડા વિશ્વ કપ માટે આયોજિત 'લોગો' અનાવરણ કાર્યક્રમ માટે અહીં હાજર હતી.
બ્રાસાએ કહ્યું 'મારુ લક્ષ્ય જીતવાનું છે. અમે તમામ મેચ જીતીશું. હું ટીમથી ખુશ છું. આ એક મોટુ ગ્રૃપ છે અને પ્રત્યેક ખેલાડી પોતપોતાના સ્થાન માટે મહેનત કરી રહ્યો છે. ખેલાડીઓએ સઘન મહેનત કરી છે અને થોડા થાક્યાં પણ છે પરંતુ તેમને બહાર નિકળવા માટે મૈડ્રિડ શિબિર મળશે.