આર્જેન્ટીનાના દિગ્ગજ લિયોનલ મેસ્સીએ વિરોધી ટીમના હાફમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને ગોલ કરવાની પોતાની ક્ષમતાથી 2009 ફીફા વિશ્વ ફુટબોલર ઓફ ધિ ઈયય માટે ભારતીય કપ્તાન બાઈચુંગ ભૂટિયાનો વોટ પ્રાપ્ત કર્યો છે.
છેલ્લા બે વર્ષથી વિશ્વ ફુટબોલર ઓફ ધિ ઈયર માટે વોટ કરી રહેલા બાઈચુંગે 2008 માં રીયાલ મૈડ્રિડ અને પુર્તગાલના વિંગર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ચૂંટ્યાં હતાં પરંતુ મેસ્સીના આ વર્ષે બાર્સીલોના સાથે શ્રેષ્ઠ પ્રદર્શનને જોતા ભારતીય કપ્તાને તેને વોટ આપ્યો છે.