ગોયાંગ/દક્ષિણ કોરિયા, બુધ, 25 નવેમ્બર 2009( 14:52 IST )
ચીનના લ્યૂ શિયાઓજુને વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપમાં પુરુષોના 77 કિલોગ્રામ વર્ગમાં બે સ્વર્ણ પદક સાથે બે વિશ્વ રેકોર્ડ બનાવ્યાં.
લ્યૂએ પોતાના ત્રીજા અને અંતિમ પ્રયત્નમાં સ્નેચ વર્ગમાં 174 કિલોગ્રામ ભાર ઉઠાવીને પાછલા રેકોર્ડને એક કિલોગ્રામના અંતરથી પાછળ છોડી દીધો. તેમણે ક્લીન અને જર્કમાં 204 કિલોગ્રામ વજન ઉઠાવ્યો. તેમણે આ ઉપરાંત 378 કિલોગ્રામ વજન ઉઠાવીને એક અન્ય સ્વર્ણ પદક જીતતા પાછલા રેકોર્ડને એક કિલોગ્રામના અંતરથી તોડી દીધો.
ઓલંપિક ચૈમ્પિયન દક્ષિણ કોરિયાના સા જેઈ હ્યુકે 205 કિલોગ્રામ સાથે ક્લીન અને જર્કમાં સ્વર્ણ પદક જીત્યું. તે સ્નેચમાં પાંચમાં અને કુલ ચોથા સ્થાન પર રહ્યાં.