ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » હંગામા સાથે દિલ્હીમાં હોકી ટીમના કેમ્પનો પ્રારંભ
Bookmark and Share Feedback Print
 

વિશ્વકપની તૈયારી અર્થે ભારતીય હોકી ટીમનો આખરી તબક્કાનો કેમ બુધવારથી અહીંના નેશનલ સ્ટેડિયમ હંગામાં સાથે શરૂ થયો હતો. સુરક્ષાનો હવાલો આપીને મીડિયાકર્મીઓને પ્રવેશ આપવામાં ન આવ્યો હતો જેની જવાબદારી હોકી ઈન્ડિયા અને ખેલ મંત્રાલયે એક-બીજા પર ઢોળી હતી.

મુખ્ય કોચ જોસ બ્રાસા અને રાષ્ટ્રીય કોચ હરેન્દ્રસિંઘના માર્ગદર્શનમાં હોકી ખેલાડીઓએ બુધવારે નેશનો સ્ટેડિયમ પર નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ સમયે પત્રકારો અને કેમેરામેનોને મુખ્ય દ્વારેથી સુરક્ષાના નામે પ્રવેશતા અટકાવાયા હતાં. આ પછી કેટલાક પત્રકારો સ્ટેડિયમના પાછલા દરવાજેથી અંદર ઘુસ્યા હતાં પણ અધિકારીઓએ ખેલ મંત્રાલયને નિર્દેશ છે તેમ કહી અટકાવી દીધા હતાં.

આ મામલે હોકી ઈન્ડિયાએ જવાબદારી ખંખેરી હતી. હોકીનો વિશ્વ કપ નેશનલ સ્ટેડિયમ ખાતે જ તારીખ 28 ફેબ્રુઆરીથી તારીખ 13 માર્ચ સુધી રમાવાનો છે.
સંબંધિત જાણકારી શોધો