વી રઘુનાથના ત્રણ ગોલોની મદદથી ભારતે ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાનને બુધવારે અહીં અંતિમ લીગ મેચમાં 5-1 થી પછાળીને 11 મી દક્ષિણ એશિયાઈ રમતોની હોકી સ્પર્ધાના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
રઘુનાથે રમતના 14માં, 19 માં અને 57 મી મિનિટમાં પેનલ્ટી કોર્નરના ગોલમાં બદલીને ગોલ ફટકાર્યા જ્યારે ધરમવીર સિંહે બે ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ વાસિફ સિદ્દિકીએ કર્યો.
સ્થાનીય મૌલાના ભસાની નેશનલ હૉકી સ્ટેડિયમમાં રમવામાં આવેલા આ મુકાબલામાં ભારતે આક્રમક શરૂઆત કરી અને ધરમવીરે રમતની પ્રથમ અને બીજી મિનિટમાં જ બે ગોલ કરીને ટીમને 2-0 થી સરસાઈ અપાવડાવી.
ત્યાર બાદ રઘુનાથે 14 મી અને 19 મી મિનિટમાં પેનલ્ટી કોર્નરમાં ગોલ ફટકારીને ભારતની સરસાઈને 4-0 કરી દીધી. પાકિસ્તાનના વાસિફે 28 મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ ફટકાર્યો આ પ્રકારે મધ્યાંતર સુધી ભારત 4-1 થી આગળ હતું. રઘુનાથે 57 મી મિનિટમાં એક અન્ય ગોલ ફટકારીને ભારતને સરસાઈને 5-1 કરી દીધી. ભારતની ટૂર્નામેન્ટમાં આ સતત ત્રીજી જીત છે. આ અગાઉ લીગ મેચમાં નેપાળને 21-0 થી હરાવ્યું હતું જ્યારે શ્રીલંકા પર 7-2 થી જીત નોંધવા હતી.