ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » હોકી વિશ્વકપ : આર્જેન્ટિના ભારત સાથે ટકરાશે
Bookmark and Share Feedback Print
 

Hockey-worldcup2010
ND
N.D
આર્જેન્ટિનાએ અંતિમ ક્ષણોમાં કેનાડાના શાનદાર પુનરાગમન છતાં તેને વિશ્વકપના અંતિમ લીગ મેચમાં 4-2 થી હરાવીને પૂલ એ માં ચોથું સ્થાન પ્રાપ્ત કરી લીધું અને હવે સાતમા સ્થાન માટે તેની ટક્કર યજમાન ભારત સાથે થશે.

આ જીત બાદ આર્જેન્ટિના અને ન્યૂઝીલેન્ડ બન્નેના પૂલ એ માં છ અંક થઈ ગયાં પરંતુ ગોલ સરેરાશ શ્રેષ્ઠ હોવાના કારણે આર્જેન્ટિના ચોથા સ્થાન પર રહ્યું. સાતમાં સ્થાન માટે તેનો સામનો હવે 12 માર્ચના રોજ પૂલ બી ના ચોથા નંબરની ટીમ ભારત સાથે થશે.

આર્જેન્ટિના માટે આ મેચમાં લુકાસ વિલા (29 મી મિનિટ), મટિયાસ એનરિક પેરેડેસ (43 મી), મારિયો નિકોલસ અલમાડા (56 મી મિનિટ) અને થોમસ ઈનોસેંટ અજેંટો (70 મી મિનિટ) એ ગોલ ફટકાર્યા જ્યારે કેનેડા માટે સ્કોટ ટપરે 60 મી મિનિટમાં મળેલા પ્રથમ પેનલ્ટી કોર્નર પર અને ડેવિડ જેમસને 65 મી મિનિટમાં બીજો ગોલ કર્યો.

પ્રથમ હાફમાં આર્જેન્ટિનાના ખેલાડી છવાયેલા રહ્યાં અને તેમણે આક્રમક રમત દેખાડતા ચાર પેનલ્ટી કોર્નર પણ બનાવ્યાં. આર્જેન્ટિનાને 26 મી અને 27 મી મિનિટમાં સતત પેનલ્ટી કોર્નર મળ્યાં. તેમના માટે પ્રથમ ગોલ 29 મી મિનિટમાં મળેલા ચોથા પેનલ્ટી કોર્નર પર વિલાને ફટકાર્યો
સંબંધિત જાણકારી શોધો