ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » કોરિયાથી હારીને પણ હોલેન્ડ સેમીફાઈનલમાં
Bookmark and Share Feedback Print
 

દક્ષિણ કોરિયાથી 1-2 થી હારવા છતાં પણ હોલેન્ડે 12 માં વિશ્વકપ હોકીના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો જ્યાં તેનો સામનો પૂલ બી ની ટોચની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે થશે જ્યારે જર્મનીની ટક્કર ઈંગ્લેન્ડ સાથે થશે. પૂલ એ માં જર્મની 11 અંક લઈને ટોપ પર રહ્યું જ્યારે હોલેન્ડ 10 અંક લઈને બીજા સ્થાન પર રહ્યું. પૂલ બી માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના 12-12 અંક રહ્યાં પરંતુ ગોલ એવરેજના આધાર પર ઓસ્ટ્રેલિયા અવ્વલ રહ્યું. સેમીફાઈનલ મુકાબલો 11 માર્ચના રોજ રમવામાં આવશે.

કોરિયાને સેમીફાઈનલમાં પહોંચવા માટે દરેક સ્થિતિમાં હોલેન્ડને ચાર ગોલના અંતરથી હરાવાનું હતું છેલ્લા ત્રણ મેચોમાં હોલેન્ડને હરાવનારી કોરીયાઈ ટીમે 2-1 થી જીત નોધાવીને આ સિલસિલો યથાવત રાખ્યો પરંતુ વિશ્વકપમાં સતત ત્રીજી વખત સેમીફાઈનલમાં ન પહોંચી શકી. આ મેચની શરૂઆત અને અંત બન્ને ઘણા સનસનીખેજ રહ્યાં જ્યારે 25 મી સેકન્ડમાં જ બ્રાઉવેરે ગોલ કરી નાખ્યો.

અનુભવી ટાયેન ડોયેરના કોર્સ પર તેણે દડાને ગોલની અંદર નાખ્યો તો કોરિયાઈ ટીમમાં હલચલ મચી ગઈ. અંતિમ મિનિટમાં હોલેન્ડને મેચનો એકમાત્ર પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ વિશ્વ કપના સર્વાધિક ગોલ કરનારાઓની યાદીમાં ત્રીજા સ્થાન પર બિરાજમાન તાઅકે તાકેમાનું નિશાન ચૂકી ગયું.
સંબંધિત જાણકારી શોધો