ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » કોમનવેલ્થમાં ભાગ ન લેવા ટેનિસ ખેલાડીઓની ધમકી
Bookmark and Share Feedback Print
 

N.D
કોમનવેલ્થ રમતોત્સવને લઈને એક પછી એક વિવાદ સપાટી પર આવી રહ્યા છે. હવે ભારતના ટોચના ટેનિસ ખેલાડીઓએ વર્ષ 2006થી બાકી રહેલી રકમ નહી ચુકવવાના કારણે કોમનવેલ્થમાંથી ખસી જવાની ધમકી આપી છે.

આ ખેલાડીઓએ ધમકી આપી છે કે જો બાકી રકમ ચુકવવામાં આવશે નહી તો કોમનવેલ્થ રમતોત્સવનો બહિષ્કાર કરશે. ચેતવણી આપનાર ખેલાડીઓમાં સ્ટાર ખેલાડી લિયેંડર પેસ અને મહેશ ભૂપતિનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ આ અંગે ઓલ ઈંડિયા ટેનિસ એસોસિએશનને એક પત્ર લખ્યો છે. એક અગ્રણી ટીવી ચેનલે જણાવ્યુ છે કે ખેલાડીઓએ એક પત્ર લખ્યો છે, જેમા ખેલાડીઓએ કહ્યુ છે કે વર્ષ 2006ની એશિયન રમતો બાદથી બાકી રહેલી રકમ હજુસુધી ચુકવવામાં આવી નથી. પત્ર લખનાર ખેલાડીઓમાં મહેશ ભૂપતિ અને પેસ ઉપરાંત સોમદેવ સહિતના સ્ટાર ખેલાડીઓ સામેલ છે. ખેલાડીઓએ કહ્યુ છે કે આ સંબંધમાં કોને મળવુ તે માહિતી નથી. બીજીબાજુ ઓલ ઈંડિયા ટેનિસ એસોસિએશનના જનરલ સેક્રેટરી અનિલ ખન્નાએ કહ્યુ છે કે ખેલાડીઓને એસોસિએશન સામે કોઈ વાંધો નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે ખેલાડીઓની ઓલમ્પિક અને એશિયન રમતોત્સવને જે રકમ બાકી છે તેની જવાબદારી ઓલમ્પિક એસોશિએશનની છે.
સંબંધિત જાણકારી શોધો