દુનિયાના નંબર એક ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સ અને તેમની પત્ની એલિન નાડેગ્રેન વચ્ચે છુટાછેડા થઈ ગયા છે. આ રીતે તેમના છ વર્ષના વૈવાહિક સંબંધ વુડ્સના એક મોટા સેક્સ કાંડની ભેટ ચઢી ગયો.
તેમણે એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે અમે આ વાતને લઈને દુ:ખી છીએ કે અમારો વૈવાહિત સંબંધનો અંત થઈ ગયો, પરંતુ અમે એકબીજા માટે સારા ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ.
નિવેદનમાં કહેવામાં આવ્યુ કે જો કે અમારા લગ્નને વધુ સમય નહોતો થયો. અમે બે પ્રેમાળ બાળકોના માતા-પિતા છીએ અને તેમની ખુશીઓ હંમેશા કાયમ રહેશે, જે અમારા બંનેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
એવુ કહેવામાં આવ્યુ છે કે એકવાર જ્યારે અમે આ નિર્ણય કરી લીધો કે અમારો સંબંધ તૂટવાના કગાર પર છે, ત્યરે અમારી ચર્ચાઓમાં આ વાતને પ્રાથમિકતા આપવામાં આવી કે તેમનુ સારુ ભવિષ્ય બને.