વિશ્વની નંબર બે ખેલાડી સાયના નેહવાલ અને તેમની હમવતન જોડી વી. દીજૂ અને જ્વાલા ગુટ્ટાએ પોતાનુ શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ગુરૂવારે પોત-પોતાની હરીફાઈ જીતીને વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ક્રમશ: એકલ અને મિશ્રિત યુગલના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો.
ખિતાબની પ્રબળ દાવેદાર તરીકે ઓળખાતી અને બીજા ક્રમે આવેલી સાયનાએ રૂસની એલ્લા ડીલને સતત રમતોમાં 21-14,21-18થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન બનાવી લીધુ. હૈદરાબાદની 20 વર્ષીય ખેલાડી સાયનાને પહેલા દાવમાં બાઈ મળી હતી અને બીજા દાવમાં તેમણે એક ગેમમાં પાછળ ગયા પછી કમબેક કરીને તાઈવાનની હસિયાઓ હુઆન ચેનને 20-22,21-15,21-8થી હરાવી હતી.
સાયનાએ પોતાનુ શાનદાર અભિયાન પ્રી-ક્વાર્ટૅરફાઈનલમાં પણ યથાવત રાખ્યુ અને રૂસી ખેલાડીને પડકારને ઉભરતા પહેલા જ તોડી નાખ્યો. તેમણે પોતાની પ્રથમ ગેમ સરળતાથી 21-14થી જીતી. જો કે બીજા ગેમમાં રૂસી ખેલાડીએ જોરદાર સંઘર્ષ કર્યો પરંતુ તે સાયનાને પાર ન કરી શકી.