ભારતીય સ્ટાર સાનિયા મિર્જાએ ક્વાલેફાઈંગ ટૂર્નામેંટમાં કોલંબિયાની કૈટાલિના કાસ્તાનો પર જીત નોંધાવીને અમેરિકી ઓપનના મહિલા એકલના મુખ્ય ડ્રોમાં પહોંચવાની સફળતા મળી છે.
આ બિન વરીય ભારતીયએ ત્રીજી અને અંતિમ રાઉંડમાં પોતાની હરીફને એક કલાક 48 મિનિટમાં 6-1,1-6,6-3થી હરાવી.
વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં સીધો પ્રવેશ કર્યા પછી આવુ પહેલીવાર બન્યુ કે જ્યારે સાનિયાને ગ્રેંડ સ્લેમમાં સ્થાન બનાવવા માટે ક્વાલીફાયરમાં રમવુ પડ્યુ હોય.
સાનિયાએ 2005માં અમેરિકી ઓપનમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ ગ્રૈડસ્લેમ પ્રદર્શન કર્યુ હતુ, જેનાથી તે પ્રી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી.
તાજેતરમાં જ કાંડાના ઘાયલ થવાને કારણે અને ખરાબ ફોર્મને કારણે સાનિયાની રૈકિંગ પર ખરાબ અસર પડી છે, જેના કારણે તે 160માં સ્થાન પર છે.