ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » રાષ્ટ્રમંડળ પસંદગી ટ્રાયલથી નાખુશ વિજેંદર
Bookmark and Share Feedback Print
 

રાષ્ટ્રમંડળ અને એશિયાઈ રમતોની ટીમમાં સ્થાન બનાવ્યા છતા ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા મુક્કેબાજ વિજેન્દ્રસિંહે કહ્યુ કે પસંદગી ટ્રાયલથી નાખુશ છે, કારણ કે કેટલાક કાબિલ મુક્કેબાજને સ્થાન નથી આપવામાં આવ્યુ.

વિજેન્દ્રએ કહ્યુ કે હું ટ્રાયલથી ખુશ નથી. આંતરરાષ્ટ્રીય રેફરિયો અને જજોને બોલાવવામાં આવ્યા અને આ ટૂર્નામેંટનુ રૂપ આપવામાં આવ્યુ પરંતુ તેનો શુ ફાયદો જ્યારે મુક્કેબાજોને તેનો સ્કોર પણ બતાવવામાં ન આવ્યો.

સ્ટાર મુક્કેબાજે કહ્યુ કે સારા પ્રદર્શન છતા તેના પિતરાઈ ભાઈ બલવિંદર બેનીવાલ(64 કિલો) અને યુવા રાષ્ટ્રમંડળ રમતોના સુવર્ણ પદક વિજેતા અને વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન સુનીલ કુમાર(49 કિલો)ને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યુ.

ભારતીય મુક્કેબાજી મહાસંઘના મહાસચિવ પીકે મુરલીઘરન રાજાએ આ વિશે કહ્યુ કે ટ્રાયલ નિષ્પક્ષ રીતથી થયા હતા અને ફક્ત યોગ્ય મુક્કેબાજીને જ સ્થાન આપવામાં આવ્યુ.
સંબંધિત જાણકારી શોધો