ઓલંપિક સુવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રા, ગગન નારંગ અને માનવજીત સિંહ સંધૂ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાઈ રમતોમાં ભારતીય નિશાનેબાજીને પડકાર આપશે.
ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘના નિવેદન મુજબ બિંદ્રા અને નારંગ ત્રણ થી 14 ઓક્ટોબર સુધી થનારા કોમનવેલ્થ ગેમ્સમાં દસ મીટર એયર રાઈફલમાં ભાગ લેશે. એનઆરએઆઈએ કહ્યુ - નારંગ આ સિવાય 50 મીટર પ્રોન અને 50 મીટર પોજિશન સ્પર્ધામાં ભાગ લેશે. તે માત્ર એકલા નિશાનેબાજ છે જે ત્રણ રાઈફલ સ્પર્ધાઓમાં ભાગ લેશે.'
પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લેનારા રાષ્ટ્રીય કોચ સન્ની થામસે કહ્યુ કે 'અમે સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી કરી છે અને તેને પસંદગી વર્તમાન ફોર્મ અને ક્ષમતાના આધાર પર કરવામાં આવી છે. પસંદગી ટ્રાયલ્સ પારદર્શી હતુ જે ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યુ તેને ટીમમાં લેવામાં આવ્યા છે.