રાષ્ટ્રમંડળ રમતોને ડેંગૂ અને અન્ય બીમારીઓના સંકટ પછી રમતોના આયોજકો માટે વાંદરાઓ પણ માથાનો દુ:ખાવો બની શકે છે.
એમસીડી સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ ડો. વી.કે મોંગિયાએ કહ્યુ કે રમત સ્થળોની પસંદગી ખૂબ ખોટી થઈ. આ જગ્યાએ મચ્છરો અને અન્ય વસ્તુઓના પ્રાકૃતિક રહેઠાણ છે. ત્યાં હવે ઉંદરો અને વાંદરા પણ આવી રહ્યા છે. આજે અમે ખેલગાવની આસપાસ 15 વાંદરાને જોયા. ઉંદરોથી પ્લેગ એન ટાઈફસ ફેલાય છે.
માનવીમાં આ બીમારી જાનવરોના કરડવાતથી, જાનવરોના અપશિષ્ટોના સંપર્કમાં આવવાથી, ઉંદરો દ્વારા દૂષિત ભોજન ખાવા કે પીવાથી ફેલાય છે.
મોંગિયાએ કહ્યુ કે મેં આ વિશે પહેલા પણ કહ્યુ હતુ અને આજે પણ હું કહી રહ્યો છુ કે યમુના કિનારે ખેલગાવની પસંદગી ખોટો નિર્ણય હતો.