ભારતીય ટીમને એફઆઈએચ મહિલા હોકી વિશ્વકપના પૂલ એ ના મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
ભારતને વિશ્વકપના પૂલ એ ની મેચમાં ન્યૂઝીલેંડના હાથે 0-3થી પરાજયનો સામનો કરવો પડ્યો. કપ્તાન કાયલાએ ન્યુઝીલેંડ માટે 44મી અને 55મી મિનિટે ગોલ કર્યો જ્યારે કે કૈટી ગ્લિને 52મી મિનિટે ગોલ કર્યો. ભારતીય ખેલાડી સુભદ્ર પ્રધાન અને સી થોકચોમને બીજા હાફમાં પીળુ કાર્ડ જોવુ પડ્યુ.
પહેલા હાફમાં બંને ટીમો કોઈ ગોલ ન બનાવી શકી, પરંતુ ન્યુઝીલેંડનુ પલડું ભારે રહ્યુ. તેમણે ભારતીય ગોલ પર ચાર વાર હુમલો કર્યો અને બે પેનલ્ટી કોર્નર પણ મેળવ્યા. પહેલા હાફમાં પેનલ્ટી કોર્નર પર ક્લારિસ્સા એશુઈસનો શોટ નિષ્ફળ રહ્યા પછી ચાર્લોટ અને સામંથા હૈરિસનના રિવર્સ શોટની ભારતીય ગોલકિપર દીપિકા મૂર્તિએ ખૂબ જ સરસ રીતે બચાવ્યો.
બ્રેક પછી કાયલાએ 44મી મિનિટમાં શાનદાર રિવર્સ ફ્લિક લગાવીને ન્યુઝીલેંડને બઢત અપાવી. આઠ મિનિટ પછી ગ્લિને કીવી પ્રશંસકોને ખુશ થવાની વધુ એક તક આપી. બીજી તરફ કીવે ડિફેડરોએ ભારતીયોને હુમલો કરવાની કોઈ તક ન આપી. ન્યુઝીલેંડની આ ટૂર્નામેંટમાં પ્રથમ જીત છે. તે પુલ એ માં ચોથા સ્થાન પર પહોંચી ગયુ છે.