ઓલિમ્પિક કાંસ્ય અએન રાષ્ટ્રમંડળ સુવર્ણ વિજેતા પહેલવાન સુશીલ કુમારે કહ્યુ કે તેઓ દેશભરમાં ઉભરતા પહેલવાનોના પ્રશિક્ષણ માટે ટૂંક સમયમાં જ હરિયાણા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોતાની કુશ્તી અકાદમી શરૂ કરશે.
પુના પત્રકાર સંઘ તરફથી આયોજીત સન્માન સમારંભમાં સુશીલે કહ્યુ કે મહારાષ્ટ્રના પહેલવાન કેડી જાઘવે દેશના ઓલિમ્પિકમાં પ્રથમ પદક અપાવ્યો હતો, તેથી તેઓ આ રાજ્યમાં અકાદમી શરૂ કરવાને લઈને ખૂબ જ ઉત્સુક છે. તેમણે કહ્યુ કે અકાદમીમાં ખેલાડીઓની ટ્રેનિંગ માટે અનુભવી કોચની નિમણૂંક કરવામાં આવશે.
સુશીલે આ તર્કોને નકારી દીધા કે એક સમયે પહેલવાનું મક્કા તરીકે ઓળખાનારું મહારાષ્ટ્ર હવે આંતરરાષ્ટ્રીય સ્તરના પહેલવાન પેદા કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં પ્રતિભાઓની કોઈ કમી નથી અને તેને બહાર લાવવાની જરૂર છે.