શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

ઓરેંજ એક્જોટિકા

N.D
સામગ્રી - 3-4 સંતરા, 200 ગ્રામ પાણી નિતારેલુ દહી(ચક્કા), અડધી ચમચી ઓરેંજ એસેંસ, 150 ગ્રામ દળેલી ખાંડ, અડધી ટી સ્પૂન દળેલી ઈલાયચી, ચપટી ઓરેંજ કલર, સજાવવા માટે મેવાની કતરન, કીવી ફ્રૂટ

બનાવવાની રીત - સંતરાને વચ્ચેથી અડધુ કાપો. દરેક ભાગમાંથી ચમચી વડે ગૂદો કાઢી જુદો મુકી દો. હવે સંતરાના ગૂદામાંથી સફેદ છાલ, બીયા વગેરે કાઢી લો. પાણી નિતારેલા દહીંમાં ખાંડ, સંતરાનો ગૂદો, કીવી, કલર, એસેંસ અને ઈલાયચી નાખીને ખૂબ સારી રીતે ફેંટો. આ મિશ્રણને સંતરાના ખાલી છાલટામાં ભરીને ફ્રિજમાં ખૂબ ઠંડુ કરવા મુકો. લો તૈયાર છે મજેદાર ઓરેંજ એક્જોટિકા. આને મેવાની કતરનથી સજાવીને સર્વ કરો.