શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : ગુરુવાર, 31 માર્ચ 2022 (14:34 IST)

સ્વીટ ડિશની મજા બમણી કરવી છે તો બનાવો માવા બરફી

જરૂરી સામગ્રી 
500 ગ્રામ માવો 
300 ગ્રામ દળેલી ખાંડ 
1 ટીસ્પૂન ઈલાયચી પાઉડર 
1 ટી સ્પૂન ઘી 
સજાવટ માટે 
 
બારીક સમારેલા કાજૂ અને પિસ્તાથી માવા બરફી ગાર્નિશ કરી શકો છો. 
 
- ભારે તળિયાના પેનમાં ઘી ગરમ કરવુ અને તેમા માવો મિક્સ કરો. 
- હવે ત્યારે સુધી રાંધો જ્યારે સુધી આ નરમ થઈને એક જગ્યા એકત્ર ન થવા લાગે. 
- હવે તેમાં ખાંડ મિક્સ કરો અને ઓછા તાપ પર ખાંડ ઓગળવા સુધી તેને મિક્સ કરો. સાથે જ ઈલાયચી પાઉડર પણ નાખી દો. 
- તેને સતત ચલાવતા રહો જેથી આ પેનથી ચોંટે નહી. 
- જેમ જ આ પેનની વચ્ચે આવીને એકત્ર થવા લાગે તો તાપ બંદ કરી નાખો. 
- તેને ચિકણી પ્લેટ પર કાઢી લો અને વેલણથી હળવા હાથથી વળતા એક ગોળ આકાર આપો. 
- ઠંડા થતા મનપસંદ આકારમાં કાપીને ખાવો અને ખવડાવો.