રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: શનિવાર, 27 જાન્યુઆરી 2018 (17:00 IST)

બજેટ 2018 - સેલરી ક્લાસને મળી શકે છે આ ભેટ

જો તમે નોકરી કરો છો તો સરકાર બજેટમાં તમને શાનદાર ભેટ આપી શકે છે. દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ જીએસટી પછી આગલુ રિફોર્મ દર મહિને વેતન મેળવનારા માટે હોઈ શકે છે.  ઈટી નાઉ ના મુજબ સરકાર સેલરી સ્ટક્ચરમાં ખૂબ મોટો ફેરફાર કરવાની છે.  તેમા સેલરી ક્લાસ માટે ટેક્સ ફ્રી ખર્ચના રૂપમાં સ્ટેંડર્ડ ડિડક્શન કરી શકાય છે.  સૂત્રો મુજબ પીએમઓ અને ફાઈનેસ મિનિસ્ટ્રી તેના પર હાલ અંતિમ નિર્ણય લેવાની છે. 
 
જો આ વર્ષે બજેટમાં ફાઈનેંસ મિનિસ્ટ્રી પોતાના ભાષણમાં સેલરી ક્લાસ માટે આ વ્યવસ્થાનુ એલાન નહી કરે તો ઓછામાં ઓછા આ વિશે કેટલાક સંકેત જરૂર આપી શકે છે.  એક વરિષ્ઠ સરકારી અધિકારીનુ કહેવુ છે.. 'આજે પોલિસીમેકરના રૂપમાં ફાઈનેસ મિનિસ્ટર એ સમજે છે કે જે બિઝને નથી કરતા સેલરી ક્લાસના છે તેમને પર્સનલ ઈનકમ ટેક્સથે રાહત જોઈએ. સેલરી ક્લાસને સ્ટેંડર્ડ ડિડક્શનની સાથે તેમને બિઝનેસ ક્લાસના બરાબર લાવવાની કોશિશ કરવામાં આવશે. 
 
ઉદાહરણના રૂપમાં બિઝનેસમેનને ઓફિસ રેટ, ડ્રાઈવરની સેલરી, ઓફિશિયલ એંટરટેનમેંટ, ટ્રેવલ જેવા ટેક્સ ફ્રી ખર્ચનો ફાયદો મળે છે. મતલબ આ વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવેલ રકમ પર બિઝનેસમેનને કોઈ ટેક્સ નથી ચુકવવો પડતો. બીજી બાજુ સેલરી ક્લાસને એલટીએ કે એચઆરએ ક્લેમ કરવામાં પણ મગજ લગાવવુ પડે છે.  એચઆરએ ની જે લિમિટ નક્કી છે તે જૂની થઈ ચુકી છે. સાથે જ સેલરી ક્લાસ માટે મેડિકલ પણ 15000 રૂપિયા વાર્ષિક છે. જે આજના લાઈફસ્ટાઈલના હિસાબથી ખૂબ ઓછુ છે.