15 વર્ષની વયમા થિયેટરની શરૂઆત, જાણો દયાબેનના જીવન સાથે જોડાયેલ રોચક વાતો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વકાનીએ ભલે શો છોડી દીધો હોય પણ ફેંસ આજે પણ તેમને દયાબેનના નામથી જ ઓળખે છે. આજે તેમના જન્મદિવસ આવો જાણીએ તેમના વિશે થોડુ.

social media

15 વર્ષની વયમાં તેમણે ગુજરાતી થિયેટરમાં કામ કરવુ શરૂ કર્યુ હતુ. દિશાના પિતા ભીમ વકાની પણ જાણીતા થિયેટર કલાકાર રહી ચુક્યા છે.

દિશાએ ગુજરાત કોલેજમાંથી નાટકમાં ડિગ્રી લીધી છે. જો કે થિયેટરથી ફિલ્મ ઈંડસ્ટ્રીનો ભાગ બનવામાં દિશાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

દિશા વકાનીની પહેલી ફિલ્મ કમસિન - ધ અનટચ્ડ 1997માં રજુ થઈ. આ એક બ્રી ગ્રેડ ફિલ્મ હતી. ત્યારબાદ દિશાએ અનેક ફિલ્મોમાં નાના-મોટા પાત્રમાં જોવા મળી.

તે બોલીવુડ ફિલ્મ - દેવદાસ(2002) અને જોધા અકબર (2008)માં પણ સપોર્ટિંગ રોલમાં જોવા મળી ચુકી છે.

દિશાએ ધારાવાહિક ખિચડી દ્વારા ટીવી ડેબ્યુ કર્યુ. પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ને કારણે દિશાને ખૂબ લોકપ્રિયતા મળી

ઓનસ્ક્રીન કેરેક્ટર દયાબેનને એવી મહિલાના રૂપમાં બતાવી છે જે ખૂબ મિલનસાર છે પણ અસલ જીવનમાં દિશા વકાની રિઝર્વ રહેવુ પસંદ કરે છે.

દિશાએ 2008થી તારત મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં કામ કરવુ શરૂ કર્યુ હતુ. આ એપિસોડ માટે તે લગભગ 1.5 લાખ ચાર્જ કરતી હતી.

દિશાએ 2015માં મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ એકાઉંટેટ મયૂર પાંડ્યા સાથે લગ્ન કરી લીધા. લગ્નના થોડા સમય પછી જ તેણે આ શો છોડી દીધો.

લગ્ન પછી દિશા લાઈમલાઈટથી દૂર છે. તે બે બાળકોની માતા છે. દિશાના ફેંસ આજે પણ તેના આ શો માં પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.