શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (15:36 IST)

અમદાવાદમાં એક્ટિવ કેસનો વૃદ્ધિ દર 10 ટકાથી ઘટીને 6 ટકા થયોઃ AMC કમિશનર

શહેરમાં 2 મેની સાંજથી લઈ 3 મેની સાંજ સુધીમાં કોરોનાના 274 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે. જ્યારે 71 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે કુલ દર્દી 3,817 અને મૃત્યુઆંક 208 થયો છે. શહેરમાં કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજે લોકડાઉનનો ત્રીજો પાર્ટ શરૂ થયો છે. કેસ ડબલિંગ રેટ અંગે વાત કરીએ તો 15 એપ્રિલ સુધી 4 દિવસે કેસ ડબલ થતા હતા જે 27-28 એપ્રિલે 8 દિવસે થવા લાગ્યા હતા. એક્ટિવ કેસનો વૃદ્ધિદર પણ 10 ટકાથી ઘટીને 8 ટકા થયો હતો અને હવે તે 6 ટકા થયો છે, જ્યારે હવે કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થઈ ગયો છે. આ વૃદ્ધિ દરને મેના અંત સુધીમાં ઘટાડીને ઝીરો ટકા સુધી લઈ જવો છે. એક સાથે કેસોમાં વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર પહોંચી ન શકે જેથી ઈન્ફેક્શન ઘટાડવું ખૂબ જરૂરી છે. 18 એપ્રિલે 250 કેસ સામે આવતા હતા, જો 4 દિવસનો ડબલિંગ રેટ હોય તો રોજ 2000 અને 8 દિવસ ડબલિંગ રેટ હોય તો રોજના 1000 કેસ આવે પરંતુ એટલા આવતા નથી.