હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનુ વિશેષ મહત્વ છે. પણ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી આમલકી એકાદશીનુ હિન્દુ ધર્મમા વિશેષ મહત્વ છે. પણ ફાગણ મહિનના શુક્લ પક્ષમાં આવનારી આમલકી એકાદશીનુ ખૂબ વધુ મહત્વ છે. તેને આમળા એકાદશી અને રંગભરી એકાદશી ના નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે. ચાલો જાણીએ કે આ વર્ષે અમલકી એકાદશી ક્યારે ઉજવવામાં આવશે.
આમલકી એકાદશી તિથિ શુભ મુહૂર્ત (Amalaki Ekadashi 2026 Date And Shubh Muhurat)
વૈદિક કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની શુક્લ એકાદશી તિથિ 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:33 વાગ્યે શરૂ થશે. આ તિથિ 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10:32 વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડર મુજબ, આ વર્ષે અમલકી એકાદશી 27 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. તેના 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ સવારે 6:47 થી 9:06 વાગ્યાની વચ્ચે મનાવવામાં આવશે.
આમલકી એકાદશીનુ મહત્વ (Amalaki Ekadashi 2026 Significance)
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ જ્યારે બ્રહ્માંડની રચના કરી રહ્યા હતા ત્યારે જ આમળાના ઝાડની ઉત્પત્તિ થઈ હતી. ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે જે કોઈ આ દિવસે આમળાના ઝાડની પૂજા કરશે તેને બધા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા જેટલું જ ફળ મળશે. કાશીમાં, આ દિવસને 'રંગભરી એકાદશી' તરીકે ઉજવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દેવી પાર્વતીને તેમના લગ્ન પછી કાશી લાવ્યા હતા. તેથી જ ભક્તો આ દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ ચઢાવીને હોળીની ઉજવણી શરૂ કરે છે.
પૂજા વિધિ (Amalaki Ekadashi 2026 Puja Vidhi)
સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને વ્રત કરવાનો સંકલ્પ લો.
ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો.
આમળાના ઝાડ પાસે જાઓ, તેના મૂળમાં પાણી અર્પણ કરો અને ધૂપ અને દીવોથી આરતી કરો.
જો આમળાનું ઝાડ નજીક ન હોય, તો ભગવાન વિષ્ણુને આમળાનું ફળ અર્પણ કરો.
એકાદશી કથા વાંચો અથવા સાંભળો અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો.
આરતી સાથે પૂજા પૂર્ણ કરો.
આમલકી એકાદશી વ્રત કથા
પૌરાણિક માન્યતા મુજબ વૈદિશ નામનુ એક નગર હતુ. એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહેતા હતા. ત્યા રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યા કોઈપણ નાસ્તિક નહોતુ. ત્યાના રાજાનુ નામ ચૈતરથ હતુ રાજા ચૈતરથ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો. તેના નગરમાં કોઈપણ વ્યક્તિ ગરીબ નહોતો. નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનુ વ્રત કરતા હતા. એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી. બધા નગરવાસીઓ અને રાજાએ આ વ્રત કર્યુ અને મંદિર જઈને આમળાની પૂજા કરી અને ત્યા રાત્રિ જાગરણ કર્યુ. ત્યારે રાતના સમયે ત્યાં એક શિકારી આવ્યો. જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો. તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો. આ રીતે આખી રાત પસાર થઈ ગઈ. નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો હતો. સવારે તમામ નગરજનો ઘરે ગયા. શિકારી પણ ઘરે ગયો અને તેને જમી લીધુ હતું. પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયુ.
જો કે તેને આમલકી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યુ હતુ. તેથી તે રાજા વિદૂરથના ઘરે જન્મ્યો. રાજાએ તેનુ નામ વસુરથ રાખ્યુ. મોટા થઈને તે નગરનો રાજા બન્યો. એક દિવસ તે શિકાર પર નીકળ્યો. પણ વચ્ચે જ માર્ગ ભૂલી ગયો. રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો. થોડીવાર પછી ત્યા મ્લેચ્છ આવી ગયા અને રાજાને એકલો જોઈને તેને મારવાની યોજના બનાવવા લાગ્યા. તેમણે કહ્યુ કે આ રાજાને કારણે આપણને દેશ નિકાલો મળ્યો છે. તેથી આને આપણે મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો. મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવા શરૂ કર્યા. પણ તેમના શસ્ત્ર રાજા પર ફુલ બનીને પડવા લાગ્યા.
થોડીવાર પછી બધા મ્લેચ્છ જમીન પર મૃત પડ્યા હતા. બીજી બાજુ રાજાની ઉંઘ ખુલી તો તેણે જોયુ કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે. રાજા સમજી ગયા કે તે બધા તેમને મારવા આવ્યા હતા. પણ કોઈને તેમને કાયમ માટે સૂવડાવી દીધા.
આ જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેણે મારો જીવ બચાવ્યો. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં અમલકી એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો. રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજીખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો.