ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (13:03 IST)

ગયા અને ગંગામાં શ્રાદ્ધનું આટલુ મહત્વ કેમ છે ?

શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. ગયા અને ગંગા તટ પર લોકો એકત્ર થવા માંડે છે. વર્તમાન દિવસોમાં બંને સ્થાનો પર મેળા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેનુ કારણ એ છે કે શ્રાદ્ધ પક્ષમાં ગંગા અને ગંયા તટ પર શ્રાદ્ધ કરવુ ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે.   
 
શાસ્ત્રો અને પુરણોનુ એવુ માનવુ છે કે આ બંને સ્થળો પર શ્રાદ્ધ કરવાથી પિતર ખૂબ જ ખુશ થાય છે અને શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલ અન્ન જળ પ્રેમ પૂર્વક સ્વીકાર કરે છે. 
 
ગયાના વિષયમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ભગવાન રામ પણ લક્ષ્મણ અને સીતા સાથે આવીને અહી પોતાના પિતા દશરથજીનુ શ્રાદ્ધ કર્યુ હતુ જેનાથી દશરથજીની આત્માને મુક્તિ મળી હતી. 
 
ગંગામાં પિંડદાન અને શ્રાદ્ધનુ છે મહત્વ 
 
એવુ કહેવાય છે કે ગંગામાં અસ્થિયો વિસર્જીત કરવાથી અને ગંગા કિનારે પ્રાણ ત્યાગ કરવાથી યમલોકમાં પ્રાપ્ત થનારા કષ્ટોથી મુક્તિ મળે છે. અને સ્વર્ગમા સ્થાન મળે છે. આ માન્યતનુ કારણ એ છે કે શાસ્ત્રોમાં ગંગાને સ્વર્ગની નદી કહેવામાં આવે છે. ગંગાને ત્રિપથગા પણ કહે છે. કારણ કે ગંગા એક માત્ર નદી છે જે ત્રણે લોકો મતલબ સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં પણ વહે છે.  
 
કપિલ મુનિના શ્રાપને કારણે ભ્રશ્મ થયેલ રાજા સાગરના પુત્રોને મુક્તિ અપાવવા માટે રાજા ભગીરથે કઠોર તપસ્યા કરી હતી. તેમા ગંગાને પૃથ્વી પર આવવુ પડ્યુ હતુ. ગંગાના સ્પર્શ માત્રથી સાગરના પુત્ર પાપ અને શાપથી મુક્ત થઈને સ્વર્ગ જતા રહ્યા. મહાભારતમાં પણ ગંગાને મુક્તિ દાયિની કહેવામાં આવે છે. 
 
રાજા વશિષ્ઠના શાપથી મુક્તિ મેળવવા માટે સાતો વસુઓએ ગંગાને પ્રાર્થના કરી. ગંગાએ રાજા શાંતનૂ સાથે વિવાહ કરીને સાતો વસુઓને જન્મ આપ્યો અને પોતાની જળધારામાં તેમને વહાવી દીધા. જેનાથી તેમને મુક્તિ મળી ગઈ. તેથી વ્યક્તિ એ જ ઈચ્છે છેકે ગંગાના સ્પર્શ કરીને તેને પણ મુક્તિ મળી જાય. તેથી ગંગા કિનારે શ્રાદ્ધ તર્પણ અને અંતિમ સંસ્કાર કરવા શ્રદ્ધાળુ એકત્ર થાય છે. 
 
ગયાનુ મહત્વ આ ઘટનાથી સિદ્ધ થાય છે. 
 
બધા તીર્થોમાં ગયાને પિતરોની મુક્તિ માટે ઉત્તમ સ્થાન કહેવામાં આવ્યુ છે. વાલ્મિકી રામાયણમાં કથા છે કે પિંડદાન માટે રામ અને લક્ષ્મણ સામગ્રી લાવવ બજાર ગયા. રામ અને લક્ષ્મણને બજારમાંથી પરત ફરતા મોડુ થઈ ગયુ.  
 
 
પિંડદાનનો સમય આવતા દશરથજીની આત્મા સીતા સમક્ષ ઉપસ્થિત થઈ ગઈ અને પિંડ માંગવા લાગી. સીતાજી વિચારમાં  પડી ગયા કે શુ કરવામાં આવે. થોડી વાર વિહાર્યા પછી સીતાજીએ રેતીનુ પિંડ બનાવ્યુ અને ગાય, ફલ્ગુ નદી, કેતકીના ફુલ વટ વૃક્ષ, કાગડાને સાક્ષી બનાવીને દશરથજીને રીતનુ પિંડ દાન આપી દીધુ. 
 
રામ જ્યારે પરત ફર્યા ત્યારે સીતાએ જણાવ્યુ કે તેમણે દશરથજીને પિંડ દાન આપી દીધુ છે. રામે સીતાને પુછ્યુ કે સામગ્રી વગર પિંડ દાન કેવી રીતે કર્યુ. તેનો કોઈ પુરાવો તો બતાવો.  ફલ્ગુ નદી, કેતકીના ફુલ વટ વૃક્ષ, કાગડાને ગવાહી આપવા માટે કહ્ય તો વટ વૃક્ષ છોડીને બધાએ સાક્ષી આપવાની ના પાડી દીધી. ત્યારબાદ સીતાજીએ દશરથજીનુ ધ્યાન કર્યુ. દરરથજીની આત્મા પુન પ્રકટ થઈ અને જણાવ્યુ કે સીતાજીએ તેમને રેતનુ પિંડ દાન કર્યુ છે. આ રીતે દશરથજીને મુક્તિ મળી ગઈ.  
 
ગયા ધામ બિહારની રાજધાની પટનાથી લગભગ 100 કિલોમીટર દક્ષિણમાં આવેલી છે. માન્યતા છે કે અહી પિંડદાન કરવાથી સાત પેઢીયોના પિતરોને મુક્તિ મળી જાય છે.